મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને બાકીની રકમ ભરવા ૭ દિવસની મુદત
મોરબીમાં ગરબા કલાસીસમાં ભાઈઓ-બહેનોના સમય અલગ રાખવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ
SHARE









મોરબીમાં ગરબા કલાસીસમાં ભાઈઓ-બહેનોના સમય અલગ રાખવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ
આગમી દિવસોમાં નવરાત્રી આવે ત્યારે અવનવા ગરબાના સ્ટેપ લોકોની સમક્ષ રજૂ કરવા માટે અત્યારથી જ ખેલૈયાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં જે ગરબા કલાસીસ ધમધમી રહ્યા છે તેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ સમયે રાખવામા આવે તેવી માંગ સાથે મોરબીના પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે
મોરબીના પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, નવરાત્રી પર્વને લઈને અત્યારથી જ મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં ગરબા કલાસીસ ચાલુ થઇ ગયા છે અને તે ગરબા કલાસીસની મંજુરી લેવામાં આવે, ગરબા કલાસીસ ચાલે છે તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે અને ત્યાં ગરબા શીખવા માટે આવતા ભાઈઓ અને બહેનોની નોંધણી કરવામાં આવે જેથી ગરબા શીખવા માટે કોણ કોણ આવે છે તેની સંપૂર્ણ માહિતી મળશે. અને હાલમાં જે ગરબા કલાસીસ ચાલુ છે તેમાં બહેનો અને ભાઈઓને ગરબા શીખવા માટે અલગ અલગ સમયે બોલાવવામાં આવે તેવી માંગ કરી છે. કેમ કે, ગરબા કલાસીસની આડમાં બહેન દીકરીઓને કોઈ રોમિયો કે લુખ્ખા હેરાન ન કરે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં કલાસિસની મુલાકાત લે તેમજ પોલીસનું પેટ્રોલિંગ રાખવામા આવે તેવી પણ માંગ કરી છે.

