મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા ઓવરબ્રિજ ઉપરનો અંધકાર દૂર કરાવતા મહેશ રાજકોટીયા


SHARE









ટંકારા ઓવરબ્રિજ ઉપરનો અંધકાર દૂર કરાવતા મહેશ રાજકોટીયા

ટંકારામાં આવેલ ઓવરબ્રિજ ઉપર ફીટ કરાયેલ લાઈટો વારંવાર હાઉકલી કરી રીસાઈ જતી હોય તે રીતે શોભાના ગાંઠીયા સમાન બની ગયેલ હતી અને નગરજનો કાયમ કાગારોળ કરતા હતા તો પણ આ મુદ્દે જાડી ચામડીના જવાબદારો અને શાસકપક્ષના બની બેઠેલા નેતાઓના પેટનુ પાણી ક્યારેય હલતું ન હતું અને તેવા સમયે પાટીદાર અગ્રણીએ લોકોની વેદના સમજી અંગત રસ દાખવીને લાઈટો ચાલુ કરાવતા લાંબા સમયથી છવાયેલા અંધારા દૂર થયો છે.

પ્રજાને પરાણે વિકાસના ચશ્મા પહેરાવવામા સુરી સરકારે ટંકારા ખાતે હાઈવે પર નિર્માણ કરેલા ઓવરબ્રિજ ઉપર વારંવાર હાઉકલી કરી લાઇટો રીસાઈ જતી હોવાની કાયમ ફરિયાદ લોકોની હતી જેને જવાબદારો અધિકારી કે પછી સતા પક્ષના નેતા ધ્યાને લેતા જ ન હતા જેથી પાટીદાર અગ્રણી મહેશ રાજકોટીયાએ પ્રજાની વેદના સમજીને એકલપંડે સતત લડત ચલાવી રાજકીય આકાઓને નેવે મુકી જનવેદના સમજી હાઈવે ઓથોરીટીના કોન્ટ્રાકટર અને નગરપાલિકા ઉપરાંત વિજ તંત્ર સાથે સંપર્ક કરીને ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ કરાવી દીધેલ છે. આમ મહેશ રાજકોટિયાની મહેનત અંતે રંગ લાવતા સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ તેઓની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ રમેશભાઈ પટેલ, રમેશભાઈ મુખ્યાજી, પ્રકાશ કક્કડ સહિતના અનેક લોકોએ મહેશ રાજકોટીયાને બિરદાવ્યા હતા.




Latest News