વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

અનોખો રેકોર્ડ: સ્વરાજ આવ્યાથી આજ દિવસ સુધીની માળીયા(મી) તાલુકાની લક્ષ્મીવાસ સમરસ ગ્રામ પંચાયત


SHARE







અનોખો રેકોર્ડ: સ્વરાજ આવ્યાથી આજ દિવસ સુધીની માળીયા(મી) તાલુકાની લક્ષ્મીવાસ સમરસ ગ્રામ પંચાયત

મોરબી જિલ્લાની હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે એક અનોખો ઇતિહાસ રચીને આજીવન સમરસ એટલે કે સ્વરાજથી આજ દિવસ સુધી ગામમાં ક્યારેય ચૂંટણી થયેલ નથી માત્ર સિલેક્શનથી સરપર ચૂંટાય છે તે આ લક્ષ્મીવાસ ગામની વિશિષ્ટ સિદ્ધિ છે.

સમસ્ત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી લક્ષ્મી માતાજીની વ્યાખ્યામાં આવીને અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે સરપંચ તરીકે લાભુબેન પ્રાણજીવનભાઈ કાવરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે અને આખી પંચાયતની બોડી બનાવેલ છે સભ્ય તરીકે વોર્ડનં.૧ હંસાબેન શાંતિલાલ સંઘાણી વોર્ડનં.૨ અનસોયાબેન  નારણભાઈ અગોલા વોર્ડનં.૩ લતાબેન રમણીકભાઈ કાવર  વોર્ડનં. ગીતાબેન અશોકભાઈ કાવર  વોર્ડનં.૫ વિજયાબેન નરભેરામભાઈ કાવર વોર્ડનં.૬ મંજુલાબેન મનસુખભાઇ સંઘાણી વોર્ડનં.૭ ચંપાબેન સુરેશભાઈ ગઢીયાની આખી સ્ત્રી બોડીની વરણી કરવામાં આવેલ છે.

 અગાઉ પણ ૫વર્ષ પહેલાં પણ સરપંચ તરીકે લાભુબેન પ્રાણજીવન કાવર હતા ત્યારે પણ આખી બોડી મહિલા બનાવેલ હતી આજે પણ મહિલા બોડી બનાવીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે અગાઉ જ્યારે લાભુબેન પ્રાણજીવન કાવર સરપંચ હતા ત્યારે તેમને ગામમાં સારા કામો કરીને ગામને એવોર્ડ પણ મેળવેલ હતા તેમાં (૧)આદર્શ ગામનો એવોર્ડ (૨) શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ (૩) નિર્મળ ગ્રામનો એવોર્ડ મેળવેલ હતો આ એવોર્ડ જે તે વખતના રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલના હસ્તે ચંદીગઢ ખાતે મેળવેલ હતો હવે જ્યારે ફરીથી સરપંચ તરીકે આવતા તેઓ જણાવે છે કે ગામમાં વિકાસના અધુરા કામો તેઓ ગામની જરૂરિયાત મુજબના જે તે કામ સરકારની ગ્રાન્ટમાંથી પુરા કરાવશે તેવી તેઓ લક્ષ્મીવાસને હૈયા ધારણ આપી છે અને ગામની જે એકતા અને અખંડિતતાને તે કાયમ માટે જાળવી રાખશે






Latest News