મોરબીના ધક્કા વાળી મેલડી મંદિર પાસે પોસીસ, જીઆરડી, હોમગાર્ડ મુકવા માંગ
SHARE







મોરબીના ધક્કા વાળી મેલડી મંદિર પાસે પોસીસ, જીઆરડી, હોમગાર્ડ મુકવા માંગ
મોરબી શહેર કોંગ્રેસ સમિતના સુરપાલસિંહ દ્રારા પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખીને શહેરના નવલખી રોડ ઉપર આવેલ આસ્થાના પ્રતિક એવા શ્રી ધક્કા વાળી મેલડી માતાના મંદિરે પોલાસ ગાર્ડ મુકવા રજૂઆત કરવામાં આવેલ છે.નવલખી રોડ ઉપર ધક્કા વાળી મેલડી માતાનું મંદિર આવેલ છે.જ્યાં દર રવિવારે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવતુ હોય છે.આસ્થાનું ધામ તેમજ શ્રદ્ધાનું પ્રતિક હોવાથી અહિં ભાવિકોની ભીડ વધારે રહે છે.જેથી આ રોડ ઉપર ટ્રાફિકની પણ સમસ્યા રહે છે.તો તેને અનુલક્ષીને ધક્કાવાળી મેલડીમાના મંદિર પાસે સાંજના ૫ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી બે-ત્રણ પોલીસ ગાર્ડ, જીઆરડી અથવા હોમગાર્ડ મુકવામાં આવે તો ટ્રાફીક સહિતની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે.
જલારામ ધામ
મોરબી જલારામ ધામ સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદ યોજાશે.મોરબીના જલારામ ધામ સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.૨૮-૭ ના રોજ સાંજે ૬ઃ૩૦ કલાકે મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.શહેરના તમામ ભકતોને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનો લાભ લેવા સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
