મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અર્જુનનગર ગામના પાટિયા પાસેથી 470 બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઇ, 16 લાખથી વધુનો માલ કબ્જે, આરોપી ફરાર


SHARE





માળીયા (મી)ના અર્જુનનગર ગામના પાટિયા પાસેથી 470 બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઇ, 16 લાખથી વધુનો માલ કબ્જે, આરોપી ફરાર

સામખયારી તરફથી કારમાં દારૂનો જથ્થો જામનગર તરફ જવાનો છે તેવી ચોક્કસ માળીયા  મિયાણાં તાલુકા પોલીસને મળી હતી જેથી માળિયામાં રેલ્વે ફાટક પાસે વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની ગાડી આવી રહી હતી દરમ્યાન કારનો ચાલક પોલીસને જોઈ જતા તેણે પોતાની કારને યુટર્ન કરીને અર્જુનનગર ગામ તરફ ભાગાવી હતી અને ગામના પાટીયા પાસે ગાડીને છોડીને નાસી ગયો હતો જે ગાડીને ચેક કરવામાં આવતા ગાડીમાંથી 470 બોટલ દારૂ મળી આવતા 6,00,800 ની કિંમતનો દારૂ તથા 10 લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને 16,00,800 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને કારનો ચાલક તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા અને હરપાલસિંહ ખેરને મળેલ સંયુક્ત બાતમી મળી હતી કે, કચ્છના સામખયારી તરફથી નંબર જીજે 12 ડીજે 9081માં દારૂનો જથ્થો ભરીને જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યો છે તેના આધારે માળિયા મીયાણા રેલવે ફાટક પાસે આવેલ રોડ ઉપર સ્થાનિક પોલીસે વોચ રાખી હતી તેવામાં મળેલ બાતમી મુજબની કાર આવી રહી હતી અને કારનો ચાલક સ્થળ ઉપર પોલીસને જોઈ જતા તેને પોતાની કારને યુટર્ન લગાવીને અર્જુનનગર તરફ પોતાની કારને ભાગાવી હતી અને અર્જુનનગર ગામના પાટીયા પાસે તે પોતાની કારને રેઢી મૂકીને તે નાસી છૂટ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા તે કારને ચેક કરવામાં આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 470 બોટલો મળી આવી હોય પોલીસે 6,00,800 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 10 લાખ રૂપિયાની કાર આમ કુલ મળીને 16,00,800 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એન્ડએવર કારનો ચાલક તથા સાથે રહેલ અન્ય એક શખ્સ અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી માળિયાની તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબારની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News