વાંકાનેરના નાગલપર ગામની શાળાની અંડર 14 ખોખોની ટીમ તાલુકામાં વિજેતા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ
SHARE







મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ
મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા સાથે એક ઇસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ બાબતે ભોગ બનનારની માતા દ્રારા ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનાની ગંભીરતા સમજીને ગણતરીના કલાકોમાં આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવામાં આવી હતી અને બાદમાં વારંવાર તેણીની સાથે શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જે સબબ ભોગ બનનારની માતા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં કાસીમ ઉર્ફે રાજલો ઈબ્રાહીમ ફકીર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદની ગંભીરતા સમજીને ગુનો નોંધાયો હતો.જેમાં અપહરણ, દુષ્કર્મ, પોકસો તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.જેમાં એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી તથા સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં ઉપરોક્ત ગુનાના આરોપી કાસીમ ઉર્ફે રાજલો ઈબ્રાહીમભાઇ શાહમદાર ફકીર (૨૨) રહે.હાલ લીલાપર રોડ ચાર માળીયા મોરબી મૂળ રહે.સુરેન્દ્રનગરની ધરપકડ કરી તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
સાપ કરડી જતા સારવારમાં
મોરબીના નીચી માંડલ ગામે રહેતા શાંતિલાલ નરભેરામભાઈ ચનિયારાને સાપ કરડી જવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ રોડ ઉપરના ખરેડા ગામે રહેતા ભાણજીભાઈ જેરામભાઈ ડઢાણીયા નામના૭૪ વર્ષના વૃદ્ધ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક બાઇક સ્લીપ થતા ઇજા પામેલ હાલતમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તે રીતે જ હળવદના શિવપુર ગામે રહેતા જયદેવ લાલાભાઇ મઢવી નામનો ૨૧ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સાથે ખુંટીયો અથડાતા અકસ્માત બનાવવમાં તેને ઈજા થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના આમરણ ગામે થયેલ મારામારીના બનાવમાં ગામના શાહિલશા અકબરશા શાહમદાર નામના ૨૬ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મહેન્દ્રનગરના જનકપુરી વિસ્તારમાં રહેતા આદર્શ સુરેન્દ્રભાઇ ત્રિવેદી નામના ૨૯ વર્ષના યુવાનને લક્ષ્મીનગર ગામ પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ હળવદના જુના દેવળિયા ગામના રિતેશ ધનજીભાઈ પટેલ નામના ૪૯ વર્ષનો યુવાન વાડી વિસ્તારમાં બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સહિત પડી જતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.તેમજ માળિયા મીયાણાના મિંયાણા વાસ વિસ્તારમાં રહેતા અમાનાબેન સાલેમામદભાઈ નંગાબાર નામના ૫૫ વર્ષના આધેડ મહિલા રામબાઈ મંદિર પાસેથી પુત્રના બાઈકમાં પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બાઈકમાંથી પડી જતા ડાબા પગના ભાગે ફ્રેકચર થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
