વાંકાનેરના લાલપર ગામે પાસે કારખાનાના કવાર્ટરમાં હીચકા ખાતી વખતે ગળાફાંસો આવી જતાં સગીરાનું મોત: મોરબીના વાઘપર ગામ પાસે વોકળાના કાંઠેથી યુવાનની લાશ મળી
SHARE








વાંકાનેરના લાલપર ગામે પાસે કારખાનાના કવાર્ટરમાં હીચકા ખાતી વખતે ગળાફાંસો આવી જતાં સગીરાનું મોત: મોરબીના વાઘપર ગામ પાસે વોકળાના કાંઠેથી યુવાનની લાશ મળી
વાંકાનેરના લાલપર ગામ નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરિવારની સગીર દીકરી સાડીનો હીચકો બાંધેલ હતો તેમાં હીચકા ખાતી હતી ત્યારે તેણે કોઈ કારણોસર ગળાફાંસો આવી ગયો હતો જેથી તે સગીરાનું મોત નીપજયું હતું જ્યારે મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં ખેતરના સેઢા પાસેથી મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાથી તે અંગેની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ શાહ સિરામિક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અમરસિંહ રાજુભાઈ ડામોરની 12 વર્ષની દીકરી સંજુબેનને કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો આવી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરી રહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નારણભાઇ લાવાડીયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સંજુબેન કવાર્ટરમાં સાડીનો હિંચકો બાંધેલ હતો તેમાં હીચકા ખાતી હતી ત્યારે કોઈ કારણોસર તેણે ગળાફાંસો આવી જવાના કારણે તેનું મોત નીપજયું છે જે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે તો મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાંનો સ્નોસ્ટોન કારખાનાની પાછળ આવેલ ખેતરના શેઢે વોકળાના કાંઠેથી મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાઘપર ગામની સીમમાં આવેલ ઓધવ માઈક્રોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અનિલ જગરનાથ યાદવ (31) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને મનોજભાઈ જેરામભાઈ પાડલીયા દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને આગળની તપાસ ચાલી રહી છે.
