વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના લક્ષ્મીપરામાં જૂનુ મનદુખનો ખાર રાખીને યુવાને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









વાંકાનેરના લક્ષ્મીપરામાં જૂનુ મનદુખનો ખાર રાખીને યુવાને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારની અંદર રહેતા યુવાનના ભાઈની સાથે તે જ વિસ્તારમાં રહેતા એક શખ્સને જૂનુ મનદુખ ચાલે છે જેથી આરોપીએ પોતાના મકાનના રવેશમાં ઉભા રહીને ફરિયાદી તેમજ સાહેદને બેફામ ગાળ આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા શેરી નંબર-૨ માં રહેતા ફિરોજભાઈ અયુબભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૩૦) એ હાલમાં તે જ વિસ્તારની અંદર રહેતા જાકીર ઉર્ફે રાઘે નૂરમામદ મકવાણાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના ભાઈને આરોપીની સાથે જૂનું મનદુખ ચાલતું હતું તે બાબતનો ખાર રાખીને આરોપીએ પોતાના મકાનના રવેશમાં ઉભા રહીને ફરિયાદી અને સાહેદને બેફામ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં વાંકાનેર સીટી પોલીસે યુવાનની ફરિયાદ લઈને ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News