મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાથી પરિણીતા ગુમ


SHARE











વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાથી પરિણીતા ગુમ

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારની અંદર આવે નવજીવન સોસાયટીમાં રહેતી પરિણીતા ગુમ થયેલ છે જેથી હાલમાં તેના પતિ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા નિલેશભાઈ પીતામ્બરભાઈ સોલંકી (ઉંમર ૨૪) હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પત્ની જયાબેન નિલેશભાઈ સોલંકી (ઉંમર ૨૧) ગત તારીખ ૪/૧૧ થી પોતાના ઘરેથી બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈને કશું કહયા વગર નીકળી ગયેલ છે ત્યાર બાદ હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગ્યો નથી જેથી કરીને તેઓએ પોતાના પત્ની ગુમ હોવા અંગેની ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂ-બિયર

વાંકાનેરમાં આંબેડકર નગર શેરી નંબર-૫ માંથી પસાર થતા યુવાને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવ્યું હતું જેથી ૨૦૦ રૂપિયાની કિંમતના બીયર સાથે પોલીસે રવિ પ્રવીણભાઈ પરમાર (૨૭) રહે. આંબેડકરનગર શેરી નંબર-૫ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સે કુલદીપસિંહ ઝાલા પાસેથી બીયર લીધેલ હોવાનું સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે આવી જ રીતે આંબેડકર નગર શેરી નંબર-૫ માથી અન્ય એક યુવાનને પોલીસે ચેક કરતા તેની પાસેથી અડધી બોટલ દારૂ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતના દારૂ સાથે વિપુલ ઉર્ફે વિકાસ જયંતીભાઈ બોસીયા (ઉમર ૨૫)ને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેને પણ કુલદીપસિંહ ઝાલા પાસેથી દારૂની બોટલ લીધી હોવાનું સામે આવ્યુ હોય આ બનાવમાં પણ તેને પકડવા માટે કવાયત શરૂ કરેલ છે

દારૂ

મોરબી નજીકના શનાળા શક્તિ માતાજીના મંદિર પાછળ આવેલ આંબેડકર ચોક પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને ૩૦૦ રૂપિયાની કિંમતના દારૂ સાથે પંકજસિંહ રાજેન્દ્રસિંહ્ ઝાલા જાતે દરબાર (ઉ.૩૧) રહે, શક્તિ માતાજીના મંદીર પાછળ વાળાની ધરપકડ કરેલ છે તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે આવી જ રીતે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા અજંતા કારખાના પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને વિજયસિંહ હઠીસિંહ પઢિયાર જાતે દરબાર (૩૨) રહે. વીસીપરા ભવાની નગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News