મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત


SHARE









મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત

મોરબી નજીકના જુના નાગડાવાસ ગામની આસપાસના વિસ્તારમાં આવેલ કારખાનાઓમાંથી તળાવમાં કેમિકલયુક્ત પાણી આવતું હોવાના કારણે છેલ્લા ત્રણેક દિવસમાં તળાવમાં અસંખ્ય માછલાંના મોત થયા તેવું હાલમાં ગ્રામજનો જણાવી રહ્યા છે. અને ગામના તળાવને પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાથી ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યું છે.

મોરબીના જુના નાગડાવાસ ગામના લોકોની પાસેથી મળતી માહિતી મુજબ ગાળા અને ગુગણ ગામ વચ્ચે સીરામીક અને પેપરમિલના કારખાના બની ગયેલ છે અને તે કારખાનામાથી કાળું કેમિકલ વાળું પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે. જે સીધું જ વરસાદના પાણી સાથે ગામના તળાવમાં આવી રહ્યું છે જેથી છેલ્લા ત્રણ દિવસમાં જુના નગડવાસ ગામના તળાવમાં અસંખ્ય માછલાના મોત થયા છે અને તળાવનું પાણી પણ પ્રદુષિત થઈ ગયું છે. જેથી તે પાણી પશુ પંખીઓને પણ પીવામાં ચાલે તેવું રહ્યું નથી. માટે આ પાણીના સેમ્પલ લઈને પ્રદૂષણ વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.




Latest News