મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો
SHARE
મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો
મોરબી ગામના વતની ભદ્રેશભાઈ વાલજીભાઈએ પંજાબની ખન્ના બોઈલર એન્જીનીયર કંપની પાસેથી બોઈલરની ખરીદી કરેલ હતી.પરંતુ આઈ.બી.આર. ના નિયમ મુજબ સર્ટીફાઈ ન કરેલ હોય જેથી કંપનીને રૂપિયા પરત કરવાની રજુઆત કરવામાં આવેલ પણ કંપનીએ રૂપિયા પરત આપવાની ના પાડતા ભદ્રેશભાઈ વાલજીભાઈએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ન્યાય મેળવવા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. ગ્રાહક અદાલતમાં આ કેસ ચાલી જતા કોર્ટે ખન્ના કંપનીને તા.૨૭-૨-૨૩ થી બાર ટકાના વ્યાજ સાથે રૂપિયા ૨૩,૧૭,૩૨૧ (અંકે રૂપિયા ત્રેવીસ લાખ સતર હજાર ત્રણસો એકવીસ પુરા વ્યાજ સાથે ફરીયાદી ગ્રાહકને ચુકવવાનો આદેશ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે મોરબી ગામના વતની ભદ્રેશભાઈ વાલજીભાઈ પટેલ સેવન ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે.તેઓએ પંજાબની ખન્ના બોઈલર એન્જીનીયર કંપની પાસેથી બોઇલરની કિંમત રૂપિયા ૨૩,૧૭,૩૨૧ માં ખરીદી કરેલ.પરંતુ આ બોઈલર આઈ.બી.આર.ના સટીફાઈ આપવાનું હતું.પરંતુ પંજાબની આ ખન્ના બોઈલર એન્જીનીયર કંપનીને અનેકવાર રજુઆત કરવા છતા પણ આ કંપનીએ સર્ટી આપેલ નહી.જે કંપનીની સેવામાં બેદરકારી કહેવાય અને છતા પણ કંપનીએ તેને સર્ટી ન આપતા ભદ્રેશભાઈ વાલજીભાઈ પટેલએ અંતમાં કહ્યુ કે તમો તમારું સર્ટી આપતા નથી માટે તમો તમારું બોઈલર પાછુ લઈ જાવ અને મારી રકમ પરત આપો.પરંતુ કંપનીએ આ બાબતે ચોખ્ખી ના પાડતા તેઓને લાગ્યુ કે તેને અન્યાય થયો છે.તેથી ભદ્રેશભાઈ વાલજીભાઈ પટેલએ મોરબી શહેરજિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવ્યો હતો.ગ્રાહક અદાલતમાં કેસ ચાલતા અદાલતના ન્યાયમુર્તિએ પંજાબની ખન્ના કંપનીને કહયુ કે તમારી સેવામાં ખામી હોય તમારે ભદ્રેશભાઈ વાલજીભાઈ પટેલને રૂપિયા ૨૩,૧૭,૩૨૧ કેસ દાખલ થયા તા.૨૭-૨-૨૩ થી છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલ છે.ગ્રાહકને કોઇપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હંમેશા લડવું જોઇએ.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.