મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE







મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરાયો

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારી યુવાને કરેલ આપઘાત કર્યો હતો જેથી કુલ મળીને 11 શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેમાં એક પછી એક આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેવામાં બી ડિવિઝન પોલીસે વધુ એક આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરેલ છે.

મોરબીમાં આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા (36)એ થોડા સમય પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 11 વ્યજખોરોની સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેફરિયાદીના ભાઈ નિલેશભાઈ હરેશભાઈ મકવાણાને ઠંડાપીણા કોલ્ડ્રિંકની સેલ્સ એજન્સીનો વેપાર હતો અને નવલખી રોડ ઉપર આવેલા હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી નામની ઓફિસથી તેઓ વેપાર ધંધો કરતા હતા અને તેઓને પોતાના ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી તેણે અલગ અલગ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધેલી હતી અને વ્યાજ સહિતના પૈસા ચૂકવી દીધેલ હોવા છતાં પણ યેનકેન પ્રકારે આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈ નિલેશભાઈને હેરાન કરવામાં આવતા હતા જેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને નિલેશભાઈએ પોતે પોતાની ઓફિસની અંદર ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન તેના ભાઇનું મોત નીપજયું હતું પોલીસે મૃતક પાસેથી ત્રણ પાનાની એક સુસાઇટ નોટ મળી હતી જેની ખરાઈ કરાવવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં 11 પૈકીનાં 7 આરોપીને અત્યાર સુધીમાં પોલીસે પકડીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં તપાસનીસ અધિકારી પીઆઇ વી.એન.પરમાર અને તેની ટીમ દ્વારા આરોપી કિરીટસિંહ ભગવતસિંહ જાડેજા (41) રહે. સનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નં- 33 મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News