મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં રેલ્વેની મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી, રેલ્વે ફાટકના ગેટમેનને કર્યો સસ્પેન્ડ


SHARE









મોરબી શહેરમાં રેલ્વેની મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી, રેલ્વે ફાટકના ગેટમેનને કર્યો સસ્પેન્ડ

મોરબીમાંથી પસાર થતી ગાંધીધામ બાંદ્રા ટ્રેન રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં વાંકાનેર તરફ જઈ રહી હતી દરમિયાન પરશુરામ પોટરી પાસે આવેલ ફાટક નં. 28 ના ગેટમેન દ્વારા ફાટક બંધ કરવામાં આવ્યું ન હતું જેથી આ ટ્રેનને રોકવામાં આવી હતી અને આ ગંભીર બાબતની જાણ થતાની સાથે જ રેલવેના ટ્રાફિક ઇન્સ્પેક્ટર સહિતના જવાબદાર અધિકારી દોડી આવ્યા હતા અને ફરજમાં બેદરકારી રાખનાર ગેટમેનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

હાલમાં રેલ્વે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે ગુરુવારે રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં ગાંધીધામથી બાંદ્રા તરફ જતી પેસેન્જર ટ્રેન મોરબી રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થઈને આગળ વાંકાનેર તરફ જઈ રહી હતી દરમિયાન પરશુરામ પોટરીની પોસ્ટ ઓફિસ પાસે જે 28 નંબરનું રેલવે ફાટક આવેલું છે તે ફાટકના ગેટમેન દ્વારા ફાટકને બંધ કરવામાં આવ્યું ન હતું જેથી પેસેંજર ટ્રેનને ત્યાં રોકવામાં આવી હતી અને મોરબીમાં રેલવેની મોટી દુર્ઘટના સર્જાય ત્યાર પહેલા સહેજમાં આ ઘટના ટ્રેનના ડ્રાઇવરની સતર્કતાના લીધે અટકી ગઈ હતી જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક ઇન્સ્પેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બાબતે મોરબી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ.વર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફરજમાં બેદરકારી રાખનાર ગેટમેનને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે દોજીરામ મીણા નામના ગેટમેન રાત્રીના સમયે ત્યાં ફરજ ઉપર હતા અને તેને પોતાની ફરજમાં બેદરકારી રાખી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.




Latest News