હળવદમાં 3 બાઈકની ચોરીએનઆઇ ફરિયાદ નોંધાતાની સાથે જ 4 ચોરાઉ બાઇક સાથે આરોપી પકડાયો
મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં પકડાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE








મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં પકડાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબીમાં અવાર નવાર દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે બે શખ્સની પાસા હેઠળ ધરપકડ કરીને તે બંનેને રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરેલ છે.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી સાહેબ અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અવાર નવાર પ્રોહિબીશનના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા એ ડિવિઝનના પીઆઇ આર.એસ.પટેલને સૂચના આપવામાં આવી હતી જેથી કરીને અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ શાહરૂખભાઇ ઇકબાલભાઇ બુચડ (31) રહે. લાતીપ્લોટ શેરીનં.૮ મોરબી અને સાહિલભાઇ કરીમભાઇ ચાનીયા (23) રહે. લાતીપ્લોટ શેરી નં.૮ મોરબી વાળાની સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને બંને આરોપીને પાસા હેઠળ પકડવામાં આવ્યા હતા અને આરોપી શાહરૂખભાઇને વડોદરા જીલ્લા જેલ તથા સાહિલભાઇને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવામાં આવેલ છે.
