મોરબીના રાજપર ગામે કામ ધંધો ન કરીને દેણું કરતાં ભાઈની ભાઈએ કરી હત્યા: આરોપીની ધરપકડ
SHARE








મોરબીના રાજપર ગામે કામ ધંધો ન કરીને દેણું કરતાં ભાઈની ભાઈએ કરી હત્યા: આરોપીની ધરપકડ
મોરબીના રાજપર ગામે રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો અને હાથ ઉછીના રૂપિયા બીજા પાસેથી લઈને જલસા કરતો હતો અને દેણું કરતો હતો જેથી તે યુવાનના પિતાએ 10 વીઘા જેટલી જમીન વેચી નાખી હતી છતાં પણ તે યુવાન ગામમાં દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા તે યુવાનના મોટા ભાઈએ આવેશમાં આવીને યુવાનને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી વડે તથા શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બહેનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં યદુનંદન 19/22 ખોડીયાર પાનવાડી શેરી માં રહેતા ભાવનાબેન નિલેશભાઈ ભીમાણી (42)એ તેના સગા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજપર ગામે તેઓના પિતા મોહનભાઈ અઘારા, ભાઈ મહેશભાઈ અને પ્રવીણભાઈ રહે છે અને તેનો ભાઈ પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો અને બીજા લોકો પાસેથી હાથ ઉંચીને પૈસા લઈને જલસા કરતો હતો અને તેનું દેણું અગાઉ એક વખત તેના પિતાએ ભરવા માટે થઈને પોતાની 10 વીઘા જમીન વેચી નાખી હતી તેમ છતાં પણ પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો અને બીજા લોકો પાસેથી ઉછીના રૂપિયા લઈને દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા મહેશભાઈએ આવેશમાં આવીને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી અને શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (37)નું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનની બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
