મોરબીના એસ.ટી. વિભાગને લગતા પશ્નો બાબત જીલ્લા પ્રમુખ ભાજપને પત્ર લેખીત રજૂઆત
મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત
SHARE








મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત
મોરબીના રાજપર રોડ રામાપીર મંદિર પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જયારે ટંકારાના ખીજડીયા રોડ વાજા વાસમાં રહેતો યુવાન બાઇક લઈને જતો હતો તે બાઇક સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવારમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.
મોરબીના સામાકાંઠે આવેલ કુબેટ ટોકીઝ પાછળ રહેતા વિશ્વરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (25) નામનો યુવાન તા 2/8 ને રવિવારે રાત્રે એક વાગ્યા આસપાસ મોરબીના રાજપર રોડ રામાપીર મંદિર પાસેથી બાઇક લઈને જતો હતો ત્યારે ઝાડ સાથે કોઈ કારણોસર બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થતાં તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન ગઇકાલે તા. 4/8 ના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં ચાલુ સારવારમાં તેનું મોત નીપજયું હતું વધુમાં તેના ભાઈ વિરેન્દ્રસિંહ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તે રાજપર રહે છે અને તેઓના ઘરે તેનો ભાઈ આવી રહ્યો હતો ત્યારે તેનું બાઇક ઝાડ સાથે અથડાતાં અકસ્માત થયો હતો.
ટંકારાના ખીજડીયા રોડ વાજા વાસમાં રહેતા નરેશભાઈ ભુપતભાઈ પરમાર (22) ગત તા. 31/7 ના રોજ રાત્રિના 11:30 વાગ્યે પોતાના ઘર પાસે હતા અને મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેને માથે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી માટે પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ મોરબી સિવિલ હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે.
