મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ સુવિધા કે દુવિધા : મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...? માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા મોરબી: નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ડીડીઓના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ


SHARE















મોરબીમાં ડીડીઓના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

નારી વંદન ઉત્સવ સપ્તાહના અનુસંધાને ડીડીઓ જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસ" ની ઉજવણી જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવી હતી. જેમાં મહિલાઓના સશક્તીકરણ તથા વિવિધ ક્ષેત્રોમાં તેમના નેતૃત્વના ઉદ્દેશ સાથે સરકારી વહીવટી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વિશે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી વહીવટી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી અને સિવિલ સર્વિસમાં કારકિર્દી" વિષય પર વિસ્તૃત અને પ્રેરણાદાયી વાત કરી તેમણે જણાવ્યું હતું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને સિવિલ સર્વિસ જેવી જવાબદારીભરી સેવાઓમાં પણ તેઓ સિદ્ધિ હાંસલ કરી રહી છે. તેમણે યુવતીઓને આવી કારકિર્દી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે તમારામાં ક્ષમતા છે, સંકલ્પ છે, તો પોતાના સપનાને પાંખ આપો અને દેશના વહીવટી તંત્રનો ભાગ બનીને પરિવર્તન લાવો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલા નેતૃત્વ અંગે મહત્વપૂર્ણ દૃષ્ટિકોણ રજૂ કર્યો અને મહિલાઓના આર્થિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં તેમનાં યોગદાન અંગેની પ્રેરણાત્મક વાત કરી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી Top-10 દીકરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News