મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત
Breaking news
Morbi Today

મોરબી નાની વાવડી પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક વૃધ્ધનું મોત


SHARE







મોરબી નાની વાવડી પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક વૃધ્ધનું મોત

મોરબી નાની વાવડી ગામે પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જે પૈકીનાં એક વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકની ફરિયાદ લઈને કાર ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નાની વાવડી ગામે રહેતા જયંતીભાઈ શીવાભાઈ પડસુંબીયા (૬૧)  અને અનિલભાઇ રામજીભાઇ પડસુંબીયા (૫૦)  નામના બે આધેડ વાહનમાં જતા હતા ત્યારે દેવ ફનવર્લ્ડની પાસે સ્વિફ્ટ કાર નંબર જીજે ૩ ડીએન ૩૨૭૦ ના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને વાહન અકસ્માત થયો હતો જેમાં બન્ને આધેડને ઇજાઓ થતાં અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અનિલભાઇ રામજીભાઇ પડસુંબીયાને માથા અને પગના ભાગે ફેકચર જેવી ઈજા થઈ હતી જો કે, બાઈકમાં બેઠેલા જયંતીભાઇ શીવાભાઈ પડસુંબીયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનુ મોત નીપજયું હતું હાલમાં આ બનાવમાં પોલીસે અનિલભાઇ રામજીભાઇ પડસુંબીયાની ફરિયાદ લઈને કાર ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News