મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી : ચેક રીર્ટન કેસમાં ટંકારા કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને ૮ લાખનો દંડ ફટકાર્યો


SHARE











મોરબી : ચેક રીર્ટન કેસમાં ટંકારા કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને ૮ લાખનો દંડ ફટકાર્યો

ફરીયાદી વલ્લભભાઈ વામજા લજાઈ ખાતે જોગ આશ્રમે સેવા આપતા અને ત્યાં આરોપી કયવના શાહ ત્યાં બાજુમાં કલબ-૩૬ માં સ્પાનું સંચાલન કરતા જેથી ચાની દુકાને આરોપી કયવના શાહ અને ફરિયાદી વલ્લભભાઈ વામજા મળતા હોય બંને એકબીજાને ઓળખતા અને સંપર્કમાં આવેલા બંને એકબીજાને સારી રીતે ઓળખતા થયેલ. આરોપી કયવના શાહને અંગત જરુરીયાત માટે પૈસાની જરૂર પડેલ જેથી આરોપીએ ફરીયાદી વલ્લભભાઈ વામજા પાસે પૈસા માંગેલા જેથી ફરીયાદીએ તા.૨૫-૦૮-૨૨ ના રોજ રૂા. ૪,૦૦,૦૦૦ હાથ ઉછીના વગર વ્યાજે આરોપીને આપેલ.અને આ રકમ ૫૦ હજારના આઠ હપ્તામાં પરત આપવાનું આરોપી કહેલ અને તે મતલબનો આરોપીએ ફરીયાદી વલ્લભભાઈ વામજાને ચેક આપેલ.ફરીયાદીએ આરોપીને રકમ આપ્યા બાદ રકમ માંગતા આરોપી આપતા ન હોય અને પૈસા પાછા માંગશો તો ખોટા વ્યાજવટાના કેસમાં ફીટ કરવાની ફરીયાદીને આરોપીએ ધમકી આપેલ. ત્યારબાદ ફરીયાદીએ આ કામના આરોપીને ચેક રીર્ટન થયાની વકીલ મારફત નોટીસ મોકલેલ છતા આરોપીએ નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ પરત કરવાની કોઈ દરકાર લીધેલ નહી. જેથી ફરીયાદીએ આ આરોપી વિરુધ્ધ વટાઉખત અધિનિયમની કલમ-૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલ હીતેશ એ.પરમાર મારફત ટંકારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવેલ.

સદરહુ કેસ ટંકારાના મહે. જયુડી.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વીરુધ્ધ સમન્સ ઈસ્યુ કરેલ જેથી આરોપી તેમના વકીલ મારફત કોર્ટમાં હાજર રહેતા અને કોર્ટ કાર્યવાહી ચલાવેલ અને નામ.કોર્ટએ ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ. ત્યારબાદ સદરહુ કામે દલીલ કરવામાં આવેલ અને બાદમાં ફરીયાદ પક્ષના વકીલ હીતેશ એ.પરમારનાઓની દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ આરોપી કયવના શાંતીલાલ શાહને ફોજદારી કાર્યવાહીના કાયદા, ૧૯૭૩ ની કલમ મુજબ વિવાદીત ચેકની બમણી રકમ રૂા.૮,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા આઠ લાખ પુરા) ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી વાર્ષીક ૯ ટકા સાદા વ્યાજ સહિત વળતર પેટે દીન-૬૦ માં ચુકવી આપવા હુકમ ફરમાવેલ અને આ વળતરની રકમ ચુકવવામાં આરોપી કશુર કરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.આ કામમાં ફરીયાદ પક્ષ તરફે ટંકારા તાલુકાના યુવા વકીલ હીતેશ એ.પરમાર રોકાયેલા હતા અને યુવા વકીલ પીન્ટુ ડી.પરમાર સાથે રહ્યા હતા.






Latest News