મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં યજ્ઞોપવિત બદલાવી


SHARE









મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં યજ્ઞોપવિત બદલાવી

રક્ષાબંધનના દિવસે મોરબીમાં સમૂહમાં ભૂદેવો ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોપવિત બદલી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા ભૂદેવો ત્યાં આવ્યા હતા અને પૂજન, તર્પણ સહીતની વિધિ કર્યા બાદ સમૂહમાં જનોઈ બદલાવી હતી.

મોરબીમાં રહેતા જ્યોતિષી મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યુ હતું કે, શનિવારે રક્ષાબંધનના દિવસે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી વાંકાનેર દરવાજા ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ, પૂજન,તર્પણ સહીત શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રહેતા ઘણા ભૂદેવો જોડાયા હતા અને આ શ્રાવણી પર્વ એટલે ભૂદેવોની દિવાળી કહેવાય છે માટે મોરબીના સમસ્ત બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલાવી હતી. અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.




Latest News