હર ઘર તિરંગા અભિયાન; મોરબી જિલ્લાની ૮૦૦ શાળાના વિદ્યાર્થીઓએ ૧૫ હજાર જવાનોને પત્ર લખીને બિરદાવ્યા: રેલી-રંગોળી સ્પર્ધા યોજાઈ
SHARE









હર ઘર તિરંગા અભિયાન; મોરબી જિલ્લાની ૮૦૦ શાળાના વિદ્યાર્થીઓએ ૧૫ હજાર જવાનોને પત્ર લખીને બિરદાવ્યા: રેલી-રંગોળી સ્પર્ધા યોજાઈ
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાની આશરે ૮૦૦ જેટલી શાળાઓના બાળકો દ્વારા ૧૫ હજાર જવાનોને પત્ર લખી તેમને બિરદાવવામાં આવ્યા છે.
હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં બાળકો દ્વારા આપણી સરહદ પર રાત દિવસ જોયા વિના હંમેશા તૈનાત અને માતૃ ભૂમિની રક્ષા કરતા જવાનોના શોર્ય, માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને દેશદાઝ માટે તેમને બિરદાવવા પત્રો લખવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રવૃત્તિમાં અત્યારે સુધી મોરબીની આશરે ૮૦૦ જેટલી શાળાઓ જોડાઈ છે અને આ શાળાઓના બાળકો દ્વારા ૧૫ હજાર જવાનોને પત્ર લખવામાં આવ્યા છે.
શાળાઓ દ્વારા રેલી યોજાઇ
મોરબી જિલ્લાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો જાહેર માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશભક્તિના નારા તથા તિરંગા સાથે રેલી યોજી લોકોને તિરંગાના તને માન પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને લોકોમાં દેશભક્તિનો માહોલ બનાવી રહ્યા છે.
રંગોળી સ્પર્ધા યોજાઈ
દેશના લોકોમાં દેશભક્તિના માહોલને વધુ ઉત્પ્રેરિત કરવા તથા આપણા તિરંગા પ્રત્ય એક વિશેષ જોડાણ ની લાગણી ઉત્પન્ન થાય તેવા હેતુથી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહેલ વિવિધ આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ જિલ્લાની વિવિધ શાળાઓમાં દેશભક્તિની થીમને કેન્દ્રમાં રાખીને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. જેમાં સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
