હળવદના માથક ગામની સીમમાં રહેતા યુવાને ઘરમાં સામાન્ય ઝઘડા થતા હોય કંટાળીને કર્યો આપઘાત
મોરબીના ચાંચાપર ગામે કપાસનું વાવેતર કરેલ વાડીમાંથી 60 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
SHARE








મોરબીના ચાંચાપર ગામે કપાસનું વાવેતર કરેલ વાડીમાંથી 60 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
મોરબીના ચાંચાપર ગામની સીમમાં આવેલ વાડીમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ત્યાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની 60 બોટલ મળી આવતા પોલીસે 68,400 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં મહાવીરસિંહ પરમારની કબજા ભોગવટાવાળી વાડીમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું તે વાડીમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 60 બોટલ મળી આવતા પોલીસે 68,400 રૂપિયાની કિંમતનો દારૂ જતો કબજે કર્યો હતો અને આરોપી મહાવીરસિંહ બાલુભા પરમાર (50) રહે ચાંચાપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી ને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
અર્ધી બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમિયા માર્કેટ પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની અડધી બોટલ મળી આવતા પોલીસે 200 ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને હિંમતભાઈ બાબુભાઈ ચીખલીયા (41) રહે મહેન્દ્રનગર સીએનજી પેટ્રોલ પંપ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન તુલસી હસમુખભાઈ શંખેસરિયા રહે. પંચાસર રોડ રાજનગર મોરબી વાળા પાસેથી દારૂની બોટલ મેળવી હોવાનું સામે આવતા બંને સામે એ ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
જુગાર રમતા પકડાયા
હળવદ ભવાની નગર ઢોરામાં ત્રણ માળિયામાં બ્લોક નંબર 24 પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાંતિલાલ ઉર્ફે કમલેશ ચતુરભાઈ સોનાગરા (45) રહે. કૃષ્ણનગર મોરબી દરવાજા પાસે હળવદ, વિપુલભાઈ વાલજીભાઈ રાઠોડ (40) રહે ભવાનીનગર હળવદ અને મેહુલભાઈ દિનેશભાઈ સીતાપરા (34) રહે ભવાનીનગર હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 21,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
