મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ માળીયા (મી)ના ચીખલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના માથક ગામની સીમમાં રહેતા યુવાને ઘરમાં સામાન્ય ઝઘડા થતા હોય કંટાળીને કર્યો આપઘાત


SHARE















હળવદના માથક ગામની સીમમાં રહેતા યુવાને ઘરમાં સામાન્ય ઝઘડા થતા હોય કંટાળીને કર્યો આપઘાત

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની પત્ની પિયરમાં જતી રહી હોય યુવાન પણ સાસરીમાં રહીને મજૂરી કામ કરતો હતો પરંતુ તે તેને ગમતું ન હોય અને ઘરમાં સામાન્ય ઝઘડા થતા હોવાના કારણે તે કંટાળી ગયો હતો અને તેણે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ધાંગધ્રાની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી વિગત મુજબ મૂળ નર્મદા જિલ્લાના રાજપીપળા ગામના માકડાઆંબાના રહેવાસી રાજુભાઈ સીતારામભાઈ નાયકા (27) કે જે હાલમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં ભરતસિંહ પરમાર ની વાડીએ રહીને મજૂરી કામ કરતા હતા તેણે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના પત્ની પોતાના પિયરમાં જતી રહી હોય યુવાન પણ સાસરીમાં રહીને મજૂરી કામ કરતો હતો જે પોતાને ગમતું ન હોય અને ઘરમાં સામાન્ય બાબતે ઝઘડા થતા હોવાના કારણે કંટાળી જઈને પોતે પોતાની જાતે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા માં આવેલ સર્જન્ટ પોલિપેક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રિન્સકુમાર લાલબહાદુર રાજભર (19) નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો દરમિયાન કોઈ કારણસર તે બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે પડધરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News