મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

નેકનામ ખાતે મહિલા કલ્યાણ દિવસ નિમિતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ


SHARE









નેકનામ ખાતે મહિલા કલ્યાણ દિવસ નિમિતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ

મહિલા કલ્યાણ દિવસ અન્વયે ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને સરકારના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જુદી જુદી યોજનાની અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આ યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં યોજનાકીય લાભ મેળવવા પાત્ર મહિલાઓને સ્થળ પર જરૂરી માર્ગદર્શન આપીને તેઓને સત્વરે યોજનાકીય લાભ મળી રહે તે મુજબની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી.ત્રિવેદી, નેકનામ ગામના સરપંચ કરણસિંહ જાડેજા તથા ગામના વિવિધ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News