મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ માળીયા (મી)ના ચીખલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં થશે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી: મંત્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે કરાશે ધ્વજવંદન


SHARE















હળવદમાં થશે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી: મંત્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે કરાશે ધ્વજવંદન

મોરબી જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી હળવદ એ.પી.એમ.સી. ખાતે કરવામાં આવનાર છે, જેમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે.

૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ૭૯ માં સ્વાતંત્ર્ય દિવસની સમગ્ર ભારત દેશમાં હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ હળવદ ખાતે આગામી ૧૫ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી તથા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું. સ્વતંત્રતાના આ રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા ફલેગ માર્ચ કરવામા આવશે તેમજ જુદી જુદી સ્કુલના બાળકો દ્વારા દેશભકિતને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લાના વ્યકિત વિશેષશ્રીઓનું સન્માન પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લા સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે ધ્વજવંદન કરવામા આવશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સાંસદશ્રીઓ તથા ધારાસભ્યઓ પ્રેરક ઉપસ્થિતિ રહેવાના છે. ઉપરાંત મોરબી શહેરની તમામ સરકારી કચેરીના અધિકારીઓ/ કર્મચારીઓ જુદી જુદી સ્કુલના બાળકો જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રમુખશ્રીઓ મંડળો/ એન.જી.ઓ, જિલ્લાના વરિષ્ઠ નાગરીકો હાજર રહેવાના છે. હળવદ શહેરના તથા સમગ્ર જિલ્લાના નાગરીકોને ૧૫ ઓગસ્ટના રોજ ૭૯ મા સ્વાતંત્ર્ય દિવસના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.




Latest News