મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી ક્લેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને નેશનલ વાયરલ હિપેટાઈટીસ કમીટીની બેઠક યોજાઈ


SHARE















મોરબી ક્લેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને નેશનલ વાયરલ હિપેટાઈટીસ કમીટીની બેઠક યોજાઈ

મોરબી ક્લેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને નેશનલ વાયરલ હિપેટાઈટીસ કમીટીની બેઠક યોજાઈ હતી. આ મીટીંગમાં નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત આવતા તમામ ઈન્ડીંકેટરની સમિક્ષા કરવામાં આવી હતી. નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત દરેક હેલ્થ ફેસેલીટી ખાતે રજીસ્ટર્ડ થયેલ તમામ સગર્ભાનું NVHCP અંતર્ગત હિપેટાઈટીસનું સ્ક્રિનિંગ પૂર્ણ કરવા તથા જેમાં રિએક્ટિવ જે હાઇરીસ ANC હોય તેની તમામની ડીલેવરી હાયર સેન્ટર પર થાય તે માટે સુનિશ્ચિત કરવા માટે સુચના આપવામાં આવી હતી.

તમામ હિપેટાઈટીસ રિએક્ટીવ સગર્ભાથી જન્મ થયેલ બાળકને ૨૪ કલાકમાં HBIG વેકસીન નિ:શુલ્ક મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત જો પ્રાઇવેટમાં ડીલવરી થાય તો પણ સરકારશ્રી દ્વારા HBgAs + ANC ને અંદાજીત રૂ. ૪૦૦૦/- થી ૫૦૦૦/- નું HBIG ઇન્જેક્શન ફ્રી આપવામાં આવે છે જેની માટે કોઈ પણ દર્દી આ ઇન્જેક્શન માટે બાકી ન રહી જાય તે બાબતે તકેદારી રાખવા તાકિદ કરવામાં આવી હતી. તમામ બ્લડ બેન્કમાં જે બ્લડ ક્લેક્ટ કરવામાં આવેલ છે તે દરેકના હિપેટાઈટીસ ટેસ્ટ કરવામાં આવે તેમાંથી જે ક્લાઈન્ટ હિપેટાઈટીસ પોઝીટીવ આવે તે દરેક ક્લાઈન્ટને ART સેન્ટર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે, દરેક ડોનરના વાઈરલ લોડ ટેસ્ટીંગ થઈ જાય તે ખાસ તે સુનિશ્ચિત કરવા તેમજ જે ટ્રીટમેન્ટ માટે એલીજીબલ હોય તે દરેક દર્દી ટ્રીટમેન્ટ સેન્ટર સુધી સારવાર માટે પહોંચે અને કાર્યક્રમ અન્વયે આપવામાં આવતી તમામ સેવાઓ મેળવે તે બાબત સુનિશ્ચિત કરવાની કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા ક્ષય અધિકારી દ્વારા નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત હાલ સુધી થયેલ તમામ કામગીરી વિષે વિસ્તૃતમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સિવીલ સર્જન, આર.એમ.ઓ., માઈક્રો બાયોલોજીસ્ટ સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તમામ અધિકારી, જેલ સુપ્રીટેન્ડેન્ટ, દિશા યુનિટ તથા નવજીવન, અનમોલ, સમગ્ર પ્રોજેક્ટ મોરબીના કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.




Latest News