મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

ટંકારા-લતીપર રોડ પર આજી નદી પરના મેજરબ્રિજ પર મરામતની કામગીરી કરવાની હોય ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ


SHARE













ટંકારા-લતીપર રોડ પર આજી નદી પરના મેજરબ્રિજ પર મરામતની કામગીરી કરવાની હોય ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ

મોરબી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ટંકારા તાલુકામાં આવેલ લતીપર સાવડી રોડ પર આજી નદી પર આવેલ મેજરબ્રિજ પર મરામતની કામગીરી હાથ ધરવાની હોવાથી આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અન્વયે જામનગર થી આવતા વાહનો ધ્રોલ થી પડધરી, મીતાણા, ટંકારા થઈને મોરબી આવી શકશે તથા ધ્રોલ થી NHAI ના ચારમાર્ગીય રસ્તાથી પીપળીયા ચોકડીથી મોરબી અને કચ્છ જઈ શકશે. કચ્છથી આવતા વાહનો મોરબી બાયપાસ થી પીપળીયા ચોકડી થી NHAI ના ચારમાર્ગીય રસ્તાથી આમરણ ધ્રોલ થઈને જઈ શકશે તથા મોરબી થી મીતાણા, પડધરી થઈને ધ્રોલ, જામનગર જઈ શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.




Latest News