મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત
Breaking news
Morbi Today

નિરામય ગુજરાત: મોરબીના વોર્ડ નં-૧૧ માં હૃદયની તપાસનો કેમ્પ યોજાયો


SHARE







નિરામય ગુજરાત: મોરબીના વોર્ડ નં-૧૧ માં હૃદયની તપાસનો કેમ્પ યોજાયો

મોરબી નગરપાલિકાના કાઉન્સિલર, બીજેપી ડોક્ટર સેલ તથા આયુષ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે મોરબીના વોર્ડ નં-૧૧ના નાગરિકોના સ્વાસ્થ્ય ચિંતા કરતા તેમના માટે વિના મૂલ્યે હૃદયની તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આ કેમ્પ રાખવામા આવ્યો હતો જેનો ૧૨૦ દર્દીઓને લાભ મળ્યો હતો આ કેમ્પમાં આવેલ બધા જ દર્દીઓના ECG(હદયની પટ્ટી), RBP(ડાયાબિટીસ નો લોહીના રિપોર્ટ), BP(બ્લડ પ્રેશર) વગેરેની તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવેલ હતી સાથે સાથે ડો. ચેતન અઘારાએ જણાવેલ કે આ કેમ્પમા જે દર્દીને આગળ તપાસની જરૂર જણાય જેમાં 2D-ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટીની જરુરીયાત વાળા દર્દીઓને આયુષ હોસ્પિટલમાં માં કાર્ડ તથા આયુષ્માન કાર્ડમાં અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવશે આ કેમ્પમાં કે.કે. પરમાર, ભાવેશભાઇ કંઝારીયા, હર્ષદભાઇ કંઝારીયા, રોહિતભાઇ કંઝારીયા, માવજીભાઇ કંઝારીયા, ગણેશભાઇ ડાભી વગેરેએ હાજરી આપી હતી






Latest News