મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લોકોની સુવિધામાં વધારો કરવા મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં ગાંધીનગરમાં બેઠક યોજાઇ


SHARE









મોરબીના લોકોની સુવિધામાં વધારો કરવા મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં ગાંધીનગરમાં બેઠક યોજાઇ

મોરબી નગરપાલિકાના વિવિધ પ્રશ્નો તથા મોરબી વાડી વિસ્તારના પ્રાથમિક જરૂરીયાતના પ્રશ્નોના નિરાકરણ માટે આજે પાલિકાના પદાધિકારીએ ગાંધીનગર પહોચ્યા છે અને ત્યાં અધિકારી અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી જેમાં રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા હાજર રહ્યા હતા

મોરબી નગરપાલિકા વિસ્તારના રહીશોને વધુમાં વધુ સારી સગવડતા અને સુવિધાઓ મળી રહે તે માટે સતત ચિંતા અને ચિંતન કરતાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મોરબી નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો, મોરબી વાડી વિસ્તારના રોડ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નોના નિરાકરણ તેમજ આગવી ઓળખ યોજના હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારમાં શું શું કામગીરી કરી શકાય તેમ છે જેવાં અનેકવિધ મુદ્દાઓ પરત્વે ચર્ચા વિચારણા અને કામગીરીના ત્વરિત અમલીકરણ માટે પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધિમંત વ્યાસ, કલેકટર-મોરબી, જિલ્લા વિકાસ અધિકારી-મોરબી તેમજ ચીફ ઓફિસર-મોરબી ઉપરાંત મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સુરેશભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં ખાસ સમીક્ષા બેઠક રાખવામાં આવેલ હતી મોરબી નગરપાલિકા વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત રહી, નિરાકરણ માટે જજુમતા અને જહેમત કરતાં રાજય મંત્રી બ્રિજેશ મેરજા જોવા મળે છે




Latest News