મોરબીમાં પાર્થશ્વમહાદેવને તિરંગાનો શણગાર કરીને સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો
મોરબીના રોટરીગ્રામ (અ.)માં રેલી ધ્વજવંદન સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ
SHARE








મોરબીના રોટરીગ્રામ (અ.)માં રેલી ધ્વજવંદન સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ
મોરબીના રોટરીગ્રામ (અ.)માં આવેલ પ્રા. શાળામાં 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગામના યુવાનો સહિતનાઓના સહકારથી ગામમાં રેલી યોજવામાં આવી હતી. ત્યારે દેશભક્તિના ગીતથી સમગ્ર ગામનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ ગામના ઉપસરપંચ રીનાબેન હર્ષદભાઈ પાંચોટિયાના વરદહસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને પ્રિન્સિબેને અભિનય સાથે ચારણકન્યા ગીત રજુ કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો એસએમસીના અધ્યક્ષ કિરીટભાઈ પાંચોટિયા સહિતનાઓએ કાર્યક્રમ માટે સહયોગ આપ્યો હતો. અને વિનુભાઈ ફેફર તેમજ ગજાનનભાઈ આદ્રોજાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તો આભાર વિધિ રોટરીગ્રામ (અ.) પ્રા.શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવા દ્વારા કરવામાં આવી હતી.
