મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ માળીયા (મી)ના ચીખલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તિરંગાનું વિતરણ, નાની બરારમાં એક પેડ માં કે નામનો કાર્યક્રમ યોજાયો: હળવદમાં શિક્ષકનું કરાયું સન્માન


SHARE















મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તિરંગાનું વિતરણ, નાની બરારમાં એક પેડ માં કે નામનો કાર્યક્રમ યોજાયો: હળવમાં શિક્ષકનું કરાયું સન્માન

મોરબીમાં ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્ર્ય પર્વ પર હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઠેરઠેર તિરંગાનું વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓથી લોકોમાં દેશદાઝની ભાવના જાગૃત કરવામાં આવી રહી છે. ત્યારે ક્રાંતિકારી વિચારોને વરેલું અને દેશસેવા માટે સમર્પિત મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયને લોકોમાં દેશપ્રેમ જાગૃત કરીને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી તથા ટિમ દ્રારા ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની આજે પૂર્વ સંધ્યાએ મોટાભાગના માર્ગો સહિત શહેરના ખૂણે ખૂણે ફરીને લોકોના હૃદયસ્થાન જ્યાં હોય તે શર્ટના ખિસ્સા પર ગૌરવરૂપ રાષ્ટ્રચિન્હ લગાવીને દેશના એક આદર્શ નાગરિક બનીને રાષ્ટ્ર પ્રત્યેની તમામ ફરજો નિભાવવાનો સંદેશ આપ્યો હતો.

સંજયકુમાર બાપોદરિયાનું સ્નમાન

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હળવદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૫ માં બાળસાહિત્ય ક્ષેત્રે દ્વિતીય પુરસ્કાર મેળવવા બદલ વ્યક્તિ વિશેષ તરીકે ગૌશાળા પ્રાથમિક શાળા- મોરબીના મદદનીશ શિક્ષક સંજયકુમાર બાપોદરિયાનું હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતુ.

માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળામાં "એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો

 અહિંના નાની બરાર તાલુકા શાળામાં સ્વતંત્રતા દિવસના પાવન પર્વ નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુંદર પહેલ 'એક પેડ માં કે નામ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત બે તબક્કામાં વિધાર્થીઓને રોપાઓનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું. પ્રથમ તબ્બકામાં ૪૫ રોપાનું વાવેતર કરવામાં આવ્યું અને બીજા ૩૫ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ રીતે એક બાળ એક ઝાડના ઉત્તમ વિચારને ચરિતાર્થ કરતા દરેક વિધાર્થીને રોપા આપવામાં આવ્યા હતા. વિધાર્થીઓએ એમની માતા સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને ધરતી માતા પ્રત્યેની પોતાની ફરજ અદા કરી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રભાતભાઈ બકુત્રા, માળિયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ડાંગર, ગામના નિવૃત શિક્ષકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News