પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન
SHARE








પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન
પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડ, જાણીતા ગુજરાતી લેખક, હાસ્યકાર અને વાર્તાકાર, શિક્ષક તરીકે પ્રસિદ્ધ છે. તેમને સાહિત્ય અને કલા ક્ષેત્રે તેમના અગાધ યોગદાન માટે ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ મળ્યા બાદ તેમની સાથે મોરબીના યુવાનો એડવોકેટ મિતેષભાઈ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, લેખક પરમભાઈ જોલાપરા અને જીતભાઈ નિમાવત તેમજ થાનગઢ સ્થાનિક એડવોકેટ કે.કે.પરમારે કરેલ મુલાકાત અત્યંત પ્રેરણાદાયી રહી.
આ મુલાકાત દરમ્યાન શાહાબુદ્દીન રાઠોડે ગુજરાતી ભાષા, લોકસાહિત્ય, હાસ્ય અને સમાજના વાંચન-મંચ-કાર્ય વિશે પોતાના અમૂલ્ય વિચારો વહેંચ્યા. તેમણે જણાવ્યું હતું કે હાસ્યમય વર્તનથી જીવનમાં આશાવાદ, સંસ્કાર અને એકતા પેદા થાય છે. પદ્મશ્રી જેવા રાષ્ટ્રીય પુરસ્કારે સર્જનાત્મક શિક્ષણ અને સમાજ સેવા માટે નવી ઊર્જા આપે છે, એમ તેમની ભાવનાઓમાં સ્પષ્ટતા હતી. તો પરમભાઈ જોલાપરા દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબમાં તેમણે ગુજરાતનાં સર્જકોને દેશ-વિદેશમાં માન-સન્માન મળે તેવા પ્રયત્નો જરૂરી છે કહીને યુવાવર્ગને વાંચન અને સર્જન માટે પ્રોત્સાહિત કર્યા. સમગ્ર મુલાકાત આનંદપૂર્ણ, જીવંત અને ઉત્સાહજનક રહી. આ રીતે પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડ સાથેની મુલાકાત માં થાનગઢના નામાંકિત વકીલ કે.કે.પરમાર સાહેબ, મોરબીના યુવા વકીલો દર્શનભાઈ દવે, મિતેશભાઈ દવે તથા જીતભાઈ નિમાવત સાથે રહ્યા હતા.
