તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો


SHARE











શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો

 શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે મોરબી જિલ્લાના દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. તેવી જ રીતે વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તે મંદિરમાં આજે સવારે જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં શિવભક્તો જોડાયા હતા અને શિવજીના પૂજન, દર્શન અને પ્રસાદનો લાભ લીધેલ હતો. અને મૂળ સજનપરનો વસંત પરિવાર છેલ્લા 101 વર્ષથી જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં એક દિવસ ભંડારો કરવા માટે આવે છે.

વાંકાનેર તાલુકામાં આવેલ રતન ટેકરી ઉપર જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે અને જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ  હતું કે, આ મંદિરનો ઇતિહાસ જામનગરના રાજા જામ રાવળનો જન્મ સાથે સંકળાયેલો છે. અને અહી શ્રાવણ માહિનામાં ભક્તોની ભીડ જોવા મળે છે જો કે, શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આજે અનેક શિવભક્તો શિવજીના પૂજન અને દર્શન માટે આવ્યા હતા અને ખાસ કરીને શ્રાવણ મહિનાના દરેક સોમવારે જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળે છે તેવી જ રીતે આજે પણ જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં શિવભક્તો જોડાયા હતા 

જડેશ્વર મંદિરના લઘુમહંત જીતુભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં અહી દેશભરમાંથી શિવભક્તો દર્શન કરવા માટે આવે છે તેમજ ભૂદેવો દાદાની સેવ પૂજા કરવા માટે આવે છે તેના માટે રહેવા, જમવા સહિતની સુવિધાઑ દાતાના સહયોગથી કરવામાં આવેલ છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, શ્રાવણ માસ દરમિયાન જડેશ્વર દાદા ના દર્શન કરવા માટે થઈને સમગ્ર ભારત દેશમાંથી લોકો આવતા હોય છે ત્યારે ટંકારા તાલુકાના સજનપર ગામનો પરિવાર કે જેમની પાંચમી પેઢી આજે જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભંડારો કરવા માટે થઈને આવે છે.

જે વસંત પરિવાર દ્વારા ભંડારો કરવામાં આવ્યો હતો તેમના કહેવા મુજબ વર્ષો પહેલા તેઓના વડવાઓ એટલે કે, સ્વ. વિરચંદભાઇ વાલજીભાઇ વસંત દ્વારા સૌ પ્રથમ જડેશ્વર દાદા ના મંદિરે ભંડારો કર્યો હતો ત્યારબાદ થી સતત 101 વર્ષથી એટલે કે 1924 થી તેઓએ પ્રથમ ભંડારો કર્યા બાદ દર વર્ષે શ્રાવણ માસમાં એક દિવસ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે તેઓના પરિવાર દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેનો ભૂદેવો સહિત હજારો લોકો લાભ લેતા હોય છે 

હાલમાં આ વસંત પરિવાર નાસિક, પાંચોરા અને ઉજ્જૈન બાજુ પોતાના ધંધા વ્યવસાય માટે થાય થયેલ છે અને ભંડારો કરવા માટે તે ખાસ ત્યાંથી આખો પરિવાર શ્રાવણ મહિનામાં જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યે છે અને ત્યાં ભંડારો કરીને તેઓના વડવાઓએ શરૂ કરેલ પરંપરાને જાળવી રાખે છે






Latest News