મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા


SHARE







માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા

માળીયા (મી) તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં પકડાયેલ આરોપી પત્રકાર અતુલ જોશીના 6 દિવસના રિમાન્ડ પૂરા થતાં તપાસનીસ અધિકારી દ્વારા તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને વધુમાં તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રિમાન્ડ દરમ્યાન આરોપીને સાથે રાખીને હળવદ મામલતદાર કચેરીમાંથી બોગસ ખેડૂત ખાતેદાર બનવા માટે કરવામાં આવેલ વારસાઇની નોંધ સહિત કુલ મળીને ત્રણ મહત્વની નોંધની ઓરીજનલ ફાઇલ કબ્જે કરેલ છે તેમજ જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કરવામાં આવેલ છે આટલુ જ નહીં આરોપીના હસ્તાક્ષર અને સહિના નમૂના પણ લેવામાં આવેલ છે જેને તપાસના કામે એફએસએલમાં મોકલાવવામાં આવશે.

માળિયા (મી)ના સરવડ ગામના હાલના તલાટી મંત્રીએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનારબોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે ફરિયાદ કરી હતી જે ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ ચલાવી રહ્યા છે અને આ ગુનામાં અગાઉ બે આરોપી સરવડના તત્કાલીન તલાટી મંત્રી ભરત ખોખર અને સાગર ફૂલતરિયાને પકડ્યા હતા તે બંને મોરબીની જેલમાં છે જો કે, છેલ્લે આ ગુનામાં તપાસનીસ અધિકારી પીઆઇ કે.કે.જાડેજા અને તેની ટિમ દ્વારા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીને પકડવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરીને તેના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ સોમવારે પૂરા થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને મોરબીની સબ જેલ હવાલે કરેલ છે.

વધુમાં તપાસનીસ અધિકારી પીઆઇ કે.કે.જાડેજા પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ રિમાન્ડ દરમ્યાન આરોપી અતુલ જોશીને સાથે રાખીને હળવદની મામલતદાર કચેરીએ તપાસ માટે ટિમ પહોચી હતી અને હળવદ તાલુકાનાં ખોડ ગામે આવેલ ખેતીની જમીનમાં પાડવામાં આવેલ જુદીજુદી ત્રણ નોંધની ઓરીજનલ ફાઈલને તપાસના કામે કબ્જે કરવામાં આવેલ છે. જો કે, એક નોંધની ઓરીજનલ ફાઇલને અગાઉ તપાસના કામે કબ્જે લઈ લેવામાં આવી હતી. હાલમાં આરોપી પાસેથી જમીનનો અસલ દસ્તાવેજ પણ કબ્જે કર્યો છે અને તેના સહી અને હસ્તાક્ષરના નમૂના લેવામાં આવેલ છે જેને આગામી દિવસોમાં તપાસના કામે એફએસએલમાં મોકલાવવામાં આવશે.

હળવદ મામલતદાર કચેરીમાંથી મળતી માહિતી મુજબ હાલમાં જેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તે મૃતક મહેશભાઇ રાવલ અને તેના ભત્રીજા તેમજ ભત્રીજીના નામે ખેતીની જમીન ખોડ ગામે આવેલ હતી. જેમાં બોગસ વારસાઈ આંબો મેળવીને તેના આધારે જે મહિલા મહેશભાઇ રાવલની દીકરી જ ન હતી તેને દીકરી તરીકે બતાવીને રેવન્યુ રેકર્ડમાં તે મહિલાને મૃતક મહેશભાઇ રાવલ દ્રારા વારસદાર બનાવમાં આવી હતી. આ કૌભાંડની તપાસ સીઆઇડીની ટીમ કરી રહી છે અને જો ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવે તો આ કાંડમાં પણ અધિકારીની પણ સંડોવણી સામે આવે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.






Latest News