મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ સુવિધા કે દુવિધા : મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...? માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા મોરબી: નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

સુવિધા કે દુવિધા : મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...?


SHARE















સુવિધા કે દુવિધા : મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...?

મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...? આ સવાલ હાલ મોરબીવાસીઓના મનમાં ઉઠી રહ્યો છે.શહેરમાં વર્ષોથી આડેધડ બાંધકામો થયા છે અને સીટીમાં અનેક કોમ્પ્લેક્સ આવેલ છે જેમાં કોઈપણ જાતની પાર્કિંગ સુવિધા જોવામાં આવી નથી અને હાલ આ પાર્કિંગની સમસ્યા વિકરાળ બની છે ત્યારે પે-પાર્કિંગનું આયોજન થઈ રહ્યુ છે જેનો ડામ પણ અંતે મોરબીવાસીઓએ જ ભોગવવો પડશે તેવું હાલ પ્રજાજનોમાં ચર્ચાઇ રહ્યુ છે.

મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરની હદમાં આવેલા મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે તેને નિવારવા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ખાસ કરીને દિવસેને દિવસે વધતી ટાફિક સમસ્યાઓ ઉપર નિયંત્રણ મેળવવા માટે અને જે-તે રસ્તાઓ પર વાહનો પાર્ક ન કરતાં એક સ્પેસિફિક જગ્યાએ વાહનો પાર્ક કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે આ પૂરતી સુવિધાઓ મળી રહે તેના માટે મોરબી મહાનગરપાલિકા હસ્તક પે-પાર્કિંગના ટેન્ડરો કરવામાં આવશે કે જેનાથી મોરબી શહેરની જનતાને પોતાના વાહનો અનુકૂળ જગ્યાએ પાર્ક કરવાની પૂરી સવલત મળી રહેશે.(ચાર્જ ચુકવીને) તે તમામ બાબતોને ધ્યાને લઈ આ ટેન્ડર કરવામાં આવશે.આ પ્રકારની સુવિધાથી જાહેર રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યામાં સતત ઘટાડો જોવા મળશે અને મોરબી શહેરમાં પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ થસે જે શહેરના વિકાસ તરફનું એક નિર્ણાયક પગલું છે.તેવુ મહા પાલીકાના સતાધીશોનું માનવુ છે.આ ઉપરાંત શહેરમાં જરૂરિયાત મુજબના માહિતી સૂચક બોર્ડ પણ લગાવવામાં આવશે કે જે મોરબીના સ્થાનિકો માટે ઉપયોગી નિવડશે અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવશે.આવી જ રીતે આગામી સામયમાં પાર્કિંગની અયોગ્ય સ્થિતિને કારાણે સર્જાતી ટ્રાફિકની અગવડ ટાળવા માટે પણ નિરંતર પ્રયશો હાથ ધરવામાં આવશે તેમ મહા પાલીકાએ જણાવેલ છે.




Latest News