મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી: બીજામૃતથી બીજની શક્તિ વધારો, બીજથી લઈને પાક સુધીની સફળ ખેતી


SHARE







મોરબી: બીજામૃતથી બીજની શક્તિ વધારો, બીજથી લઈને પાક સુધીની સફળ ખેતી

પ્રાકૃતિક ખેતી એ આજના સમયમાં ટકાઉ અને પર્યાવરણલક્ષી ખેતીનું એક મહત્વનું સ્વરૂપ છે, જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળીને કુદરતી રીતે પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બીજામૃત એક અગત્યનું તત્વ છે, જે બીજની ગુણવત્તા અને પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે.

બીજામૃત એ પ્રાકૃતિક ખેતીમાં બીજની શક્તિ, અંકુરણ ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે ગાયના ગૌમૂત્ર, ગાયનું છાણ, ચૂનો અને અન્ય કુદરતી ઘટકોના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ દ્રાવણ બીજને વાવતા પહેલાં તેની સપાટી પર લગાડવામાં આવે છે, જેથી બીજ રોગો અને જીવાતોથી સુરક્ષિત રહે અને તેનું અંકુરણ ઝડપી થાય. બીજામૃત બનાવવું ખૂબ જ સરળ અને બિન ખર્ચાળ છે.

બીજામૃત બનાવવા માટે ૫ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૫ કિગ્રા દેશી ગાયનું તાજું છાણ, ૨૫૦ ગ્રામ ચૂનો અથવા કળી ચૂનો, ૨૦ લિટર સ્વચ્છ પાણી અને મુઠ્ઠીભર ખેતરની માટી એમ આ બધા પદાર્થોને પાણીમાં ભેળવીને ૨૪ કલાક સુધી રાખવાનું તથા દિવસમાં બે વાર હલાવવાનું રહે છે. ત્યારબાદ બીજની ઉપર બીજામૃત નાખીને તેને માવજત આપી તે પછી છાયામાં સુકવ્યા બાદ વાવણી કરવાની હોય છે. બીજામૃત દ્વારા માવજત આપેલ બિયારણ જલ્દી અને વધારે પ્રમાણમાં ઉગે છે તેના મૂળ ઝડપથી વધે છે ઉપરાંત જમીનજન્ય રોગથી બચી રહે છે અને સારી રીતે ફુલે ફાલે છે.

બીજામૃત પ્રાકૃતિક ખેતીનો એક મહત્વનો ભાગ છે, જે ખેડૂતોને ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનમાં મદદ કરે છે. તેનો ઉપયોગ માત્ર બીજની ગુણવત્તા અને પાકની ઉત્પાદકતા વધારે છે, પરંતુ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. આજના સમયમાં, જ્યારે રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, ત્યારે બીજામૃત જેવી પદ્ધતિઓ ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે.






Latest News