મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

હળવદના ઇશનપુર ગામેથી કારમાંથી દારૂ-બીયરની ૨૭૫ બોટલો પકડાઇ, બુટલેગર ફરાર


SHARE

















હળવદના ઇશનપુર ગામેથી કારમાંથી દારૂ-બીયરની ૨૭૫ બોટલો પકડાઇ, બુટલેગર ફરાર

હળવદ પોલીસ મથકના સ્ટાફને મળેલ બાતમી આધારે ત્યાંના ઇશનપુર ગામે રેડ કરવામાં આવતા કારમાંથી દારૂ-બીયરની ૨૭૫ બોટલો પકડાઇ હતી.જોકે બુટલેગર ફરાર થઇ ગયેલ હોય તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં સ્ટાફના અજીતસિંહ સિસોદીયા, સાગરભાઇ કુરીયા તથા વનરાજસિંહ રાઠોડને બાતમી મળી હતી જેના આધારે જુના ઇશનપુર ગામે રેડ કરવામાં આવતા મારૂતી સુઝુકી સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ-બીયરની કુલ ૨૭૫ બોટલનો જથ્થો મળી આવ્યો હતો.જેથી રૂા.૧,૪૪,૬૮૦ ની કિડમતનો દારૂ-બીયરનો જથ્થો તેમજ રૂા.ત્રણ લાખની કિંમતની મારૂતી સુઝુકી સ્વીફટ કાર નંબર જીજે ૧ આરબી ૦૫૬૫ તેમજ રૂા.૫૦,૦૦૦ ની કિંમતનો મોબાઇલ જપ્ત કરવામાં આવેલ છે.હાલમાં દારૂની હેરાફેરીમાં અંકીત નરેન્દ્રભાઇ રામાવત હાલ રહે.હળવદ વાસુદેવનગર સોસાયટી મુળ રહે.જુના ઇશનપુર તા.હળવદ જી.મોરબીનું નામ સામે આવેલ હોય તેના સામે હળવદ પોલીસ મથક ખાતે ગુનો નોંધાયેલ છે.આ કામગીરી હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ, અજીતસિંહ સિસોદીયા, દિનેશભાઇ બાવળીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, સાગરભાઇ કુરીયા, હરવિજયસિંહ ઝાલા, વનરાજસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, રણજીતસિંહ રાઠોડ, સંજયભાઇ લકુમએ કરી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પ્રદીપભાઈ કાંતિભાઈ જેઠલોજા નામના ૪૨ વર્ષના યુવાનને ઘુંટુ રોડ ઉપરના સિમ્પોલો સીરામીક પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની વાવડી ચોકડી નજીક રહેતા દિવાળીબેન પોપટભાઈ હડીયલ નામના ૪૨ વર્ષના મહિલા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે નવલખી બાયપાસ ખાતે બાઈકમાંથી પડી ગયા હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

કાર-બાઈક અકસ્માત

મોરબીના મહેન્દ્રનગર ગામે સરકારી શાળા પાસે અજાણ્યા કાર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું.આ અકસ્માત બનાવમાં સુનિલભાઈ હરેશભાઈ જોશી (૪૭) રહે.ધર્મગંગા સોસાયટી હનુમાન મંદિર પાછળ નવી પીપળી તા.મોરબી ને ઇજાઓ પહોંચી હોય તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યારે પિતાની પાછળ બાઈકમાં બેસીને જતા સમયે મોરબીના નટરાજ ફાટક પાસે બાઈક સ્લીપ થઇ જતા મેરૂ મંગાભાઈ મકવાણા (ઉમર ૯) રહે.ભારતનગર મફતપરા વિદ્યુતનગર પાસે સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થતા આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.




Latest News