હળવદના ઇશનપુર ગામેથી કારમાંથી દારૂ-બીયરની ૨૭૫ બોટલો પકડાઇ, બુટલેગર ફરાર
મોરબીની વાવડી ચોકડી પાસે છોકરી બાબતે માથાકૂટમાં યુવાનની હત્યા: ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
SHARE









મોરબીની વાવડી ચોકડી પાસે છોકરી બાબતે માથાકૂટમાં યુવાનની હત્યા: ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
મોરબીની વાવડી ચોકડી પાસે યુવાન અને તેના પિતા ઉપર ધારિયા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને યુવાનના પિતાને પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
મોરબીની વાવડી ચોકડી પાસે ઓવરબ્રિજ પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવાર વચ્ચે છોકરી બાબતે માથાકૂટ થઈ હતી અને ત્યારે ધારિયા અને છરી વડે હુમલો કરવામાં આવતા આ બનાવમાં રમેશ ગાભાભાઇ દેવીપુજક (22) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જોકે, તે યુવાનના પિતા ગાભાભાઇ જીવાભાઇ દેવીપુજક (70)ને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે છોકરી બાબતે કોઈ કારણોસર બે પક્ષ વચ્ચે મારામારી અને ઝઘડો થયો હતો જેમાં પિતા પુત્રને માર મારવામાં આવ્યો હોવાથી યુવાનનું મોત નીપજયું છે અને તેના પિતાને ઇજા થયેલ છે અને હત્યાના આ બનાવ સંદર્ભે ભોગ બનેલ પરિવારની ફરિયાદ લેવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
