રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જૈફવયના તબીબને સિનીયર સીટીઝન કાઉન્સીલે સન્માનિત કર્યા


SHARE







મોરબીના જૈફવયના તબીબને સિનીયર સીટીઝન કાઉન્સીલે સન્માનિત કર્યા

મોરબીમાં ગત તા.૫ ના રોજ ધન્વન્તરિ ભવન ખીતે સીનીયર સીટીઝન કાઉન્સીલના કાર્યક્રમ યોજાયો હતો જેમા સૌપ્રથમ પ્રવિણભાઇ મહેતાએ સૌને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા તથા જામનગરના દિપક ત્રિવેદીના અંગદાન નિમિતે ૬ વ્યકિતને નવુ જીવન મળેલ તથા સુહાષભાઇ જોષી વગેરેને નામી અનામી સદગતોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.ગુજરાતમાં ઘણા રમતોત્સવોમાં તથા અનેક મેરેથોન દોડ સ્પર્ધામાં સીનીયર સીટીઝન સભ્ય એવા હાડકાના સર્જન ડૉ.અનિલભાઈ પટેલ પ્રથમ ક્રમે વિજેતા થયેલા હોય તેઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. કવિ કાયમઅલી હઝારીએ તેમણે લખેલ પુસ્તક બ્રહ્મ ઉપર એક કલાક પ્રવચન આપેલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. સામાન્ય જ્ઞાન કસોટીમાં પ્રથમ ડો.અનિલભાઇ પટેલને મહેશભાઈ ભટ્ટે હારતોરા કરી સન્માનીત કર્યા હતા તેમજ દ્વિતિય મેહુલભાઇ વાગડીયા, ભાવિપ્રસાદ રાવલ આવેલ હતા તથા આડેસરાભાઇ તથા રાંકજાભાઇ નિરીક્ષક (જજ) તરીકે રહ્યા હતા.તે બધાનું શાલ તથા મોમેન્ટ આપીને સન્માનિત કરાયેલ. શરદભાઇ સંપટનું પણ સામાજિક પ્રવૃત્તિઓ બદલ સડસ્થા દ્રારા સન્માન કરવામાં આવેલ.ડો.અનિલભાઇ પટેલે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપેલ.ઘણા વરિષ્ઠ નાગરિકોએ ભેગા થઈને સ્નેહમિલન સાથે સમુહભોજન કરેલ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટ સહીતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News