માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
SHARE









માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ટંકારા નગરપાલિકા દ્વારા લોકોને પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલી તરફ વાળવાના હેતુથી ‘માય થેલી’ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને સ્વચ્છતાનું મૂલ્ય સમજાવવા તેમજ નિયમિત જીવનશૈલીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારા નગરપાલિકા દ્વારા લોકો નાની મોટી ખરીદી વખતે પલાસ્ટિક થેલી લેવાના બદલે ઘરેથી કાપડની થેલી સાથે રાખતા થાય તેવા હેતુથી ‘માય થેલી’ ઇવેન્ટ યોજી હતી. આ આયોજન થકી સખી મંડળની બહેનોએ ઉપસ્થિત લોકોને જુના કપડામાંથી થેલી બનાવી આપી પ્લાસ્ટિક મુક્તિ તરફનો સંદેશો આપ્યો હતો.
