મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ
મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો
મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે બે દિવસ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પહેલા દિવસે કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ પરંપરાગત રમતો રમી હતી. બીજા દિવસે સેમિનાર હોલમાં રમતગમત સંદર્ભે વક્તવ્યો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બેડમિન્ટન સ્પર્ધામાં બીજા અને ત્રીજા ક્રમે આવેલ વિદ્યાર્થીઓને સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
રમતગમત વિભાગના કોઓર્ડીનેટર ડો. નાજાભાઇ કોડીયાતરે વિવિધ રમતો તેમજ મેજર ધ્યાનચંદની જન્મજયંતીએ નિમિત્તે અનેકવિધ માહિતીઓ પર પ્રકાશ પાડ્યો હતો. વિદ્યાર્થીની પરમાર વૈશાલી જેમણે સાયકલિંગ ક્ષેત્રે તેમજ ઉંચી કુદ, લાંબી કુદ જેવી અનેક રમતગમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ક્રમાંક મેળવ્યો છે. વિવિધ રમતોમાં ગોલ્ડ મેડલ તેમજ સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કરેલ છે. તેમજ ગિરનાર આરોહણ સ્પર્ધામાં પણ તેમનું સિલેક્શન થયું છે. તેમણે પોતાના રમતગમતના રોમાંચક અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાયેલ હતી જેમાં વિદ્યાર્થી ચિરાગ ચૌહાણ તેમજ અમુલ ચૌહાણ બંને ભાઈઓએ અનુક્રમે દ્વિતીય તેમજ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તે બંને ભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓએ અન્ય વિદ્યાર્થીઓને પોતાના અનુભવો જણાવ્યા હતા. તો ડૉ.રેખાબેન કચોરીયા, આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાએ વિદ્યાર્થીઓને રમતગમતોનું મહત્વ સમજવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડૉ .કવિતાબા ઝાલાએ કર્યું હતું.
વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા
સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું પ્રિન્સિપાલ ડો. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમે મિયાત્રા મિત્તલ, ગુપ્તા જયા, કુમાવત ચેતના તેમજ દ્વિતીય ક્રમે સોનગરા અસ્મિતા અને તૃતીય ક્રમે સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ, સોલંકી ભારતી વિજેતા બનેલ હતા.
