ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા
Breaking news
Morbi Today

મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ


SHARE









મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ

મોરબી જિલ્લા સેવા સદનના કેમ્પસમાં 1.74 કરોડના ખર્ચે નિર્મિત ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (ડિઝાસ્ટર)નું મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના હસ્તે તથા ધારાસભ્યો અને કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં આપત્તિ વ્યવ્સ્થાપન અર્થે રિસ્પોન્સીબલ ઓફિસર એન્ડ ઇન્સિડન્ટ કમાન્ડર રૂમ, સ્ટાફ, 24/7 કલાક કાર્યરત કન્ટ્રોલરૂમ, કોઈપણ દુર્ઘટના બને તો તેની જાણ માટે કન્ટ્રોલરૂમમાં TV ની વ્યવસ્થા, વીડિયો કોન્ફરન્સ રૂમ જેવી સુવિધાઓ સાથે લાઇન ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડિનેશન રૂમ, રિટાયરીંગ રૂમ અને આક્સ્મિક પરિસ્થિતિમાં વિજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા સહિતની આધુનિક સુવિધાઓ સાથે 1.74 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા તેમજ કલેક્ટર કે.બી.ઝવેરી, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, એસપી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ સહિત વહિવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. 




Latest News