મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો
માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
SHARE









માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
માળીયા મિયાણા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકો માટે માળીયા મિયાણા તાલુકા કોર્ટ ખાતે આગામી તા. 8/9/2025 ને સોમવારે સુપર મેગા નેત્રયજ્ઞ (આંખ માટે) કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
માળીયા (મી.) સ્ટેટ પરિવારના ડો.પૃથ્વીરાજસિંહ જાડેજા મેડિકલ ટિમ, રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટ, માળીયા (મી.) તાલુકા કાનૂની સેવા સમિતિ કોર્ટ અને સુન્ની મુસ્લિમ જમાત માળીયા (મી.)ના સંયુક્ત ઉપક્રમે આગામી તા.8/9 ને સોમવારે સવારે 9 થી 12 કલાક સુધી કેમ્પ યોજાશે. માળીયા મિયાણા તાલુકા કોર્ટ, રેલ્વે ફાટક સામે, જામનગર હાઇવે. માળીયા (મી.) ખાતે સુપર મેગા નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં નિષ્ણાંત આંખના ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા (માળીયા સ્ટેટ પરિવાર) મેડિકલ ટિમ દ્વારા આંખની પ્રાથમિક તપાસ કરવામાં આવશે. જેમાં મોતિયાનું નિદાન થયેલ દર્દીઓને માળીયા (મી.) થી રાજકોટ શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે હોસ્પિટલના વાહનમાં લઇ જવામાં આવશે અને ત્યાં મોતિયાના ટાંકા વગરના ઓપરેશન અત્યાધુનિક ફેકો મશીન દ્વારા નિઃશુલ્ક (તદ્દન મફત) ઓપરેશન કરવામાં આવશે. આ ઓપરેશન થયા પછી ટીપાં જરૂરી દવા અને સર્વ શ્રેષ્ઠ સારવાર દરેક દર્દી ને તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે. સાથે દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તાની સુંદર નિઃશુલ્ક વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે અને દરેક દર્દી ને પરત માળીયા (મી.) કેમ્પના સ્થળે લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે ત્યારે આ કેમ્પનો લાભ લેવા માટે માળીયા મિયાણા શહેર તથા આજુબાજુના વિસ્તારોના લોકોને લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે. અને વધુમાં જણાવ્યુ છે કે, આ કેમ્પમાં ચશ્માંના નંબર ઉતારી આપવામાં આવશે નહીં, મોતિયાના દર્દીઓએ ફરજીયાત માથું ધોઈને સ્વચ્છ ધોયેલા કપડાં પહેરીને એક જોડી અલગથી કપડાં સાથે લઈને આવવાનું રહેશે, દરેક દર્દીએ પોતાના અને આજુ બાજુના મોબાઈલ નંબર સાથે રાખવાના રહેશે, ઓપરેશન થયા બાદ બીજા દિવસે રજા આપવામાં આવશે. અને દરેક દર્દી આધાર કાર્ડ અથવા ઓળખ પત્રક સાથે રાખવાનું રહેશે.
