મોરબીની સરકારી શાળામાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ
નિરામય ગુજરાત: મોરબીના વોર્ડ નં-૮ માં હૃદયની તપાસનો કેમ્પ યોજાયો
SHARE









નિરામય ગુજરાત: મોરબીના વોર્ડ નં-૮ માં હૃદયની તપાસનો કેમ્પ યોજાયો
મોરબી નગરપાલિકાના કાઉન્સિલર, બીજેપી ડોક્ટર સેલ તથા આયુષ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે મોરબીના વોર્ડ નં-૮ ના નાગરિકોના સ્વાસ્થ્ય ચિંતા કરતા તેમના માટે વિના મૂલ્યે હૃદયની તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના ચંદ્રેશનગર કોમ્યુનીટી હોલ ખાતે રાખેલ આ કેમ્પનો ૭૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને બધા જ દર્દીઓના ECG(હદયની પટ્ટી), RBP(ડાયાબિટીસ નો લોહીના રિપોર્ટ), BP(બ્લડ પ્રેશર) વગેરે ની તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવેલ હતી સાથે સાથે ડો. ચેતન અઘારાએ જણાવેલ કે આ કેમ્પમા જે દર્દીને આગળ તપાસની જરૂર જણાય જેમાં 2D-ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી ની જરુરીયાત વાળા દર્દીઓને આયુષ હોસ્પિટલમાં મા કાર્ડ તથા આયુષ્માન કાર્ડમાં અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ કેમ્પમાં પ્રમુખ કે.કે. પરમાર, પ્રભુભાઇ ભૂત, મંજુલાબેન દેત્રોજા, દિનેશભાઇ કૈલા, કિ્ષ્નાબેન દસાડીયા, જ્યંતિભાઇ વિડજા અને નલિનભાઈ ભટ્ટ વગેરેએ હાજરી આપી હતી
