વાંકાનેરના જૂના લુણસરીયાની શાળામાં વ્યસન મુકિત અંતર્ગત ચિત્ર, નિબંધ અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ
મોરબીની માધાપરવાડી કુમાર-કન્યા શાળામાં પૂર્વ મંત્રીની પ્રેરક ઉપસ્થિતમાં હમારા વિદ્યાલય કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીની માધાપરવાડી કુમાર-કન્યા શાળામાં પૂર્વ મંત્રીની પ્રેરક ઉપસ્થિતમાં હમારા વિદ્યાલય કાર્યક્રમ યોજાયો
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ભારત ભરની 5 લાખ શાળાઓની સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ કરવામાં આવેલ છે, શિક્ષકને જ્ઞાનના સ્ત્રોત સાથે સાથે ચારિત્ર્ય નિર્માણ અને સમાજ સેવાના પ્રેરક તરીકે માન્યતા આપવી તેમજ શાળાને સંસ્કાર અને સમર્પણનું તીર્થ ગણાવી તેનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહેવાની ભાવનાએ આપણાં શિક્ષણતંત્રની આત્મા છે, આ વિશ્વાસને આ સંકલ્પ સૌના વ્યક્તિગત સામાજિક અને રાષ્ટ્રીય વિકાસના માર્ગે દ્રઢપણે આગળ વધવા પ્રેરિત કરશે, રાષ્ટ્ર નિર્માણનો સાચો આધાર શિક્ષણ છે અને આ અભિયાન એ દિશામાં એક પ્રેરણાદાયી પગલું છે "આપણી શાળા-આપણું તીર્થ બને, આત્મ-અભિમાન બને, રાષ્ટ્ર નિર્માણનો આધાર બને એ માટે માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતમાં બંને શાળાના 800 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે માધાપરવાડી શાળાના બાળકોનો CET, CGMS, NMMS તેમજ PSE પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપેલ પ્રમાણપત્ર બ્રિજેશભાઈ મેરજાએ શાળાના શિક્ષકોને અર્પણ કર્યું હતું અને વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી વાતો કરી હતી.
