વાંકાનેરના જૂના લુણસરીયાની શાળામાં વ્યસન મુકિત અંતર્ગત ચિત્ર, નિબંધ અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ
SHARE







વાંકાનેરના જૂના લુણસરીયાની શાળામાં વ્યસન મુકિત અંતર્ગત ચિત્ર, નિબંધ અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ
મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના મૌલિકભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી જૂના લુણસરીયા પ્રાથમિક શાળામાં ચિત્ર, નિબંધ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં 108 વિદ્યાર્થીઓમાંથી 52 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમમાં ડૉ.વિશાલ શીલુંએ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું અને ત્યાર બાદ જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલા બાળકોને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડૉ.વિશાલ શીલું, ડો.બંશી થોરિયા, અફસાના માલકિયા સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય યશપાલસિંહ ઝાલા સહિતની ટીમે સહયોગ આપેલ હતો.
