મોરબીમાં લેખક હરસુખ જીલરીયાના પુસ્તકનું કમિશનરએ કર્યું વિમોચન
SHARE
મોરબીમાં લેખક હરસુખ જીલરીયાના પુસ્તકનું કમિશનરએ કર્યું વિમોચન
હાલમાં લેખક અને સંશોધક હરસુર જિલરિયા દ્વારા રચિત પુસ્તક તેમજ રિસર્ચ પેપરનું ભવ્ય વિમોચન સમારોહ યોજાયો.આ વિમોચન કાર્ય મહા પાલીકાના કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે શહેરના અનેક સાહિત્યપ્રેમીઓ, સંશોધકો અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.હરસુર જિલરિયાએ પોતાના સંશોધન કાર્ય અને પુસ્તક વિશે વિગતવાર માહિતી આપી તેમજ આવનારા સમયમાં પણ સંશોધન ક્ષેત્રે વધુ કાર્ય કરવાની ભાવિ યોજનાઓ રજૂ કરી હતી.કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતુ કે આવા સંશોધન અને સાહિત્યિક યોગદાનથી સમાજમાં જ્ઞાનનો પ્રસાર થાય છે અને યુવા પેઢીને પ્રેરણા મળે છે.