હળવદના ટીકર ગામે યોજાયેલ આમ આદમી પાર્ટીની જનસભામાં ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર
મોરબીમાં બાઈક અડાણે મૂકીને 25 હજાર લેનાર યુવાનનું અપહરણ કરીને પાંચ શખ્સોએ મારમાર્યો: બે મોબાઈલ ફોન પડાવી લીધા
SHARE







મોરબીમાં બાઈક અડાણે મૂકીને 25 હજાર લેનાર યુવાનનું અપહરણ કરીને પાંચ શખ્સોએ મારમાર્યો: બે મોબાઈલ ફોન પડાવી લીધા
મોરબીમાં બાયપાસ રોડ ઉપર રહેતા યુવાને બાઈક અડાણે મૂકીને 25000 રૂપિયા લીધા હતા જેની સામે એક મહિના પછી 50000 રૂપિયા આપવાના હતા અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ યુવાનનું તેના ઘર પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાંચ શખ્સો દ્વારા તેને ગાળો આપીને ઢીકાપાટુનો તથા લાકડી વડે માર માર્યો હતો અને તેની પાસેથી બે મોબાઈલ ફોન પડાવી લેવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સત્કાર રેસીડેન્સી બ્લોક નંબર 204 માં રહેતા પાર્થભાઈ સુંદરજીભાઈ બોપલિયા (20) એ હાલમાં શક્તિભાઈ મહેશભાઈ ગજીયા રહે. રામકૃષ્ણનગર મોરબી, મહેશભાઈ ઉર્ફે લાલાભાઇ આયદાનભાઈ સવસેટા, કાનભા ગઢવી રહે. હાજનાળી, યુવરાજ ગઢવી અને જગદીશભાઈ સાધાભાઈ સવસેટની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે શક્તિભાઈ ગજીયા પાસેથી તેણે બાઈક અડાણે મૂકીને 25000 રૂપિયા લીધા હતા અને એક મહિના પછી 50000 રૂપિયા તેને આપવાના હતા અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી યુવાનેને આપવામાં આવી હતી ત્યારબાદ યુવાનના ઘર પાસેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને વાવડી રોડ ઉપર ભૂમિ ટાવર નજીક તેને લઈ ગયા હતા અને ત્યાં પાંચેય શખ્સો દ્વારા ગાળો આપીને ઢીકાપાટુનો તથા લાકડી વડે ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો અને શક્તિભાઈ ગજીયાએ તેની પાસેથી એપલ કંપનીનો 13 પ્રો મોબાઈલ ફોન તથા કાનભા ગઢવી એ રિયલમી કંપનીનો સી 35 મોબાઈલ ફોન બળજબરીપૂર્વક પડાવી લીધો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
