મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ જીએસટીમાં કરવામાં આવેલ ફેરફારોને આવકાર્યા


SHARE













મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ જીએસટીમાં કરવામાં આવેલ ફેરફારોને આવકાર્યા

ભારત સરકાર દ્વારા જીએસટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખના હોદ્દેદારો દ્વારા જીએસટી 2.0 ને આવકારવામાં આવેલ છે અને 2047 સુધી ગુજરાત અને દેશ જે વિકાસ તરફ આગળ વધવાનો છે તેના માટે મહચ્વનું પગલુ ગણાવ્યુ છે.

વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના GST 2.0 ના નિર્ણયનો MCCI દ્વારા આવકારવામાં આવેલ છે અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ જગતની ચિંતાઓને સંવેદનશીલતાથી સાંભળવા અને GST 2.0 લાવવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. અને ઉધોગ જગત દ્વારા રજુ કરાયેલી અનેક દરખાસ્તો અને સૂચનોને સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યા છે જે સરકારના સંવાદ પ્રત્યેના ખુલ્લા પણા અને ઉદ્યોગ સાથે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની પ્રતિબંધતા દર્શાવે છે. GST 2.0 માત્ર એક તકનીકી સુધારો નથી પરંતુ એક વ્યુહાત્મક આર્થિક નિર્ણય છે જે નિશ્ચિતતાપૂરી પાડે છે અવરોધો ઘટાડે છે પ્રવાહીતતા વધારે છે અને ઉદ્યોગો તથા ગ્રાહકો બંનેને સશકત બનાવે છે. અને આપણે વર્ષે 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહયા છીએ, ત્યારે આવા સુધારા આવશ્યક છે. અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ આ સુધારાઓનો લાભ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા જિલ્લાના વિવિધ ક્ષેત્રના વ્યવસાયકારોને વિનંતી કરે છે તેવુ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ જયંતિભાઇ પટેલે જણાવ્યુ છે.




Latest News