મોરબી મહાપાલિકાની ટીમે કૃત્રિમ કુંડમાં 450થી વધુ ગણેશજીની મૂર્તિનું કર્યુ વિસર્જન, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
SHARE







મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાપાલિકા દ્વારા શોભેશ્વર રોડ પર આવેલ પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે અને તેમાં આજે સાંજ સુધીમાં 450 જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે
સામાન્ય રીતે ગણેશ વિસર્જન સમયે ઘણી જગ્યાએ જીવલેણ દુર્ઘટનાઓ બનતી હોય છે અને લોકો પાણીમાં ડૂબી જાય અને મૃત્યુ પામે આવી ઘટનાઓ સામે આવતી હોય છે આવી ઘટના મોરબી શહેરી વિસ્તારમાં ન બને તે માટે થઈને મહાપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ જુના પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવેલ છે અને ત્યાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મોરબી શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ સ્વીકારવામાં આવે છે અને ત્યાથી તે મૂર્તિઓને સલામત રીતે પિકનિક સેન્ટર ખાતે લઈને આવવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવેલ છે તેમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે વધુમાં મહાપાલિકાના કર્મચારી પાસેથી મળતી વિગત પ્રમાણે આજ સાંજના 6:00 વાગ્યા સુધીમાં લગભગ 450 કરતાં વધુ ગણેશજીની મૂર્તિનું વિસર્જન ત્યાં કરવામાં આવ્યું છે અને હજુ પણ ઘણા બધા લોકો ગણેશજીની મૂર્તિ લઈને આવી રહ્યા છે અને રાતના મોડામાં મોડા સમય સુધી જે કોઈ લોકો ગણેશજીની મૂર્તિ લઈને આવશે તે મૂર્તિઓનું વિસર્જન કરવા માટેની વ્યવસ્થા પૂર્ણ કર્યા બાદ જ આ કૃત્રિમ કુંડ ખાતેથી મહાપાલિકા સહિતની ટીમ ત્યાંથી રવાના થશે. અત્રે ઉલ્લેખનીએ છે કે મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ, એસોજી, એલસીબી સહિતની ટીમો હાલમાં ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં ખડે પગે તૈનાત છે.
